તારીખ: 14 ઑગસ્ટ 2015
સ્થળ: ઉમરાણ પંચાયત, તાલુકો : ડેડીયાપાડા, જીલ્લો : નર્મદા, ગુજરાત
- Written By: Mansukh Chandapa
- Editing By: Jay Jivani
વર્તમાન સમયમાં કેન્દ્ર અને રાજ્ય સરકારર્શ્રીની વિવિધ યોજનાઓ લોકો માટે અમલમાં છે આ યોજનાઓ મેળવવા માટે લાભાર્થીઓને અનેક ડોક્યુમેંટ (પુરાવાઓ) ની જરુર પડતી હોય છે. જેમકે જાતિનો પુરાવો, ઓળખના પુરાવા, જન્મ તારીખ નો પુરાવો. આ પુરાવાઓ કાઢવા માટે લોકો દ્વારા અનેક પ્રયત્ન કરવા પડતા હોય છે તેમ છતા પણ કોઇના કોઇ પુરાવાઓ બાકી રહી જતા હોય છે જેના કારણે લોકો સરકારર્શ્રીની ઘણી યોજનાઓથી વંચીત રહી જતા હોય છે. સામાન્ય વ્યક્તિ એ આ પુરાવાઓ કાઢવા માટે એક કરતા વધુ સરકારી વ્યકતિ તથા વિભાગના ધક્કા ખાવા પડતા હોય છે તેમ છતા પણ કેટલીક વખત પુરા ડોક્યુમેંટ મેળવી શકતા નથી પરીણામે દુર અંતરીયાળ વિસ્તારમાં રેહતા લોકો કેટલિક વખત હિમ્મત હારી ને નિરાશ થઇ જતા હોય છે જેના કારણે આજે પણ આવા લોકો સરકારશ્રીની અનેક યોજનાઓથી વંચીત રહી ગયેલ છે.
આગાખાન ગ્રામીણ વિકાસ સમર્થન કાર્યક્રમ (AKRSPI) અંતર્ગત ગ્રામીણ સુશાસન પરીયોજના (GSP) ના ભાગરૂપે ઉમરાણ ગ્રામ પંચાયતમાં તા.૧૪/૦૮/૨૦૧૫ ના રોજ એક ડીજીટલ સહયોગ કેમ્પનુ (e-Camp) આયોજન કરવમાં આવેલ હતુ આ ડીજીટલ કેમ્પ્નો હેતુ ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી દ્વારા ઉમરાણ ગ્રામ પંચાયતમાં આવેલ તમામ ગામોમાં ગ્રામીણ સુશાસન પ્રોજેકટનો પ્રસાર પ્રચાર તેમજ આ ગામોમાં રહેતા લોકો અને ઉત્સાહિત યુવાન ભાઇ બેહનો સુધી માહિતિ કેવી રીતે મળી રહે અને આ માહિતિનો ઉપયોગ પોતાના પરીવાર કે ગામ માટે કરી એક નેત્રૃત્વ પુરુ પાડે એ હતો તથા ભવિષ્યમાં આ માહિતિના માધ્યમથી પોતે પોતનો વિકાસ કરી શકે સાથે સાથે ઉમરાણ ગ્રામપંચાયતમાં બાકી રહેલ પુરાવાઓ જે ઓનલાઈન મળી સકે (દા.ત. આધાર કાર્ડ) ઓનલાઇન કાઢવા માટેનો હતો જેથી કરીને આ કુંટુબોને સરકારશ્રીની યોજનાઓનો લાભ લેવા માટે આ પુરાવાઓ ઉપયોગી બની રહે.

ઉપર ચર્ચા કરી તે પ્રમાણે ડોક્યુમેંટના અભાવના કારણે જે લોકો સરકારશ્રીની યોજનાઓથી વંચીત રહી જાય તે માટે આ કેમ્પમાં આધારકાર્ડને અગ્રતાક્રમ આપવામા આવેલ જેમાં આ પંચાયતમાં પ્રથમ મીંટીંગો દ્વારા વાત કરવામાં આવેલ જેમાં મોટાભાગના લોકો પાસે આધારકાર્ડ નીકળેલ ના હતા એટલામાટે પ્રથમ રસીદ ઉપરથી આધારકાર્ડ કાઢી શકાશે.
સરકારર્શ્રીની સસ્તા અનાજની મહિના પ્રમણે મળતા જથ્થાની માહિતિ ઓનલાઇન કેવી રીતે જોઇ શકાય તથા મોબાઇલ દ્વારા કેવી રીતે માહિતિ મેળવી શકાય તેની પણ માહિતિ આપવામાં આવસે. સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતિ આ કેમ્પમાં આપવામાં આવશે તેમજ નાગરીક સુચના કેન્દ્રની (NSK) કામગીરી શુ છે તે પણ આ પેમ્પ્લેટમાં દર્શાવવામાં આવેલ. આમ ઉપરોકત મુદદાઓનુ એક પેમ્પ્લેટ તૈયાર કરવામાં આવેલ.

તારીખ ૧૪/૦૮/૨૦૧૫ ના સવારે ૯:૦૦ કલાકે ઉમરાણ ગ્રામપંચાયતમા આગાખાનની ટીમ દ્વારા અગાઉ આયોજીત કાર્યક્રમ પ્રમાણે સરપંચશ્રી તથા પંચાયત બોડીની હાજરીમાં કેમ્પ્ને ખુલ્લો મુકવામાં આવેલ પ્રથમ આગાખાન કાર્યકર દ્વારા સ્વાગત પ્રવોચન કરવામાં આવેલ બાદમાં આજના આ કેમ્પનુ મહ્ત્વ વિગતવાર સમજાવવામાં આવેલ આજના આ કેમ્પની સાથે સાથે ગ્રામીણ સૂશાસન પરીયોજના પ્રોજેક્ટ્ની કામગીરી તથા વર્તમાન પંચાયતની ભુમીકા લોકોના પ્રશ્નો તથા સરકારર્શ્રીની યોજનાઓ અને આ યોજનાઓમાં જરુરી ડોક્યુમેંટો તથા આ ડોક્યુમેંટો મેળવવા માટે વર્તમાનમાં પડતી મુશ્કેલીઓને સમજાવવામાં આવેલ.

આ પ્રમાણે થયેલ સુંદર કામગીરીને ધ્યાનમાં લઇ ઉમરાણ પંચાયતના સરપંચશ્રી ફતેસીંહભાઇ દ્વારા ફોન ઉપર કેહવામાં આવેલ કે જે કામ સરકારશ્રીનુ હોઇ અને સરકારશ્રી દ્વારા આ કામ કરવામાં હજી પણ ઘણો સમય લાગી જાત એ કામ આગાખાન સંસ્થાં દ્વારા એકજ દિવસમાં કરી આપવામાં આવેલ તે બદલ હુ સસ્થાનો આભારી છુ.
આ કેમ્પને સાર્થક બનાવવામાં ઉમરાણ ગ્રામ પંચાયત તથા પંચાયત સાથે જોડાયેલ દરેક ગામના આગેવાનશ્રીઓ તથા યુવાનો આગાખાન સંસ્થાના કાર્યકરો દશરથભાઇ, જયભાઇ, મનસુખ, મહેન્દ્ર ભાઈ, હરીશ ભાઈ તથા નાગરીકમીત્રો (ગીતા અને નિરમા) નો પૂરતો સહયોગ રહેલ છે.
Some observations of e-Camp
- Number of participants was good (~90 Male, ~30 Female)
- Youth participation was also noticeable
- Some volunteers were already known about Internet and its uses
- Some of them use online mobile recharge application, E-mail application, Net banking etc.
- Internet connectivity problem was there
Tuesday, August 18, 2015
Share: