કહેવાય છે કે આજનો યુગ ટેક્નોલોજી નો યુગ છે. ટેક્નોલોજી ની મદદ
થી આજે ઘણું બધું જે પહેલા અશક્ય હતું એ ખુબજ સહેલું અને ઝડપથી બન્યું છે. પણ આપને
એ વિચારવું રહ્યું કે ખરેખર આપણે આ વાત બોલીએ છીએ, એ ફાયદાકારક છે કે પછી
એની બીજી ખરાબ અસર પણ થયી શકે?
ચાલો હાલમાંજ ગુજરાત માં થયુ એ પટેલ અનામત આંદોલન લઈને વાત
ને આગળ વધારીએ, વિશ્વયુદ્ધ વખતે
ટેક્નોલોજી એટલે મોટા મોટા હથિયારો, તોપો, ત્રણ
દિવસમાં જ જાપાન ની આખી કાયા બદલનાર અમેરિકા ના અણુ-પરમાણું બોમ્બને લોકો
ટેક્નોલોજી કહેતા અને સમજતા હતા
.
.
પણ, આજના
સમયમાં ટેક્નોલોજી ની વ્યાખ્યા બદલાઈ ગયી છે, વોટ્સએપ
અને ફેસબુક ને આજની ટેક્નોલોજી માનવામાં
આવે છે, અને ખરેખર ઘણી વખત આ વાત સાબિત પણ થયી ગયી છે. એના
માટેજ તો પાટીદાર આગેવાન હાર્દિક પટેલ ની ધરપકડ બાદ થયેલ તોફાન માં સરકારશ્રી ને
એવો પણ વિચાર આવ્યો કે ઈન્ટરનેટ બંધ કરવાથી તોફાન બંધ થયી જશે. અને આ વાત નો અમલ
પણ તરત જ કરાવી દીધો.
અનામત આંદોલન તો બંધ
થયી ગયું પણ ઈન્ટરનેટ ચાલુ ના થયું એ વાત ના દુઃખ માં આજની યુવા પેઢી રહી સકતી નથી, એક
વખત એમ કહી દીધું કે જયારે ચાલુ થશે ત્યારે તમને SMS થી
જણાવામાં આવશે પણ આજના યુવાનથી ઈન્ટરનેટ વગર નથી રહેવાતું અને
દિવસ માં ચાર-પાંચ વખત ૧૯૮ પર ફોન કરીને એકજ પ્રશ્ન થયી જાય છે કે "સર,
ઈન્ટરનેટ ચાલુ ક્યારે કરશો?"
ઘણાં તો પોતાનો
પ્રશ્ન એક ને એક જ ના લાગે એના માટે એમ પણ પૂછી નાખે કે તો પછી "આ ઈન્ટરનેટ
જેટલા દિવસ બંધ રહ્યું એ દિવસોના પૈસા તો આપશો ને?"
ત્યારે મને પણ આ પ્રશ્ન નો જવાબ
સાંભળવાનું
મન થયી ગયું. પણ જાણે કંપનીઓ વાળા એના પણ સરદાર હોય એમ એકજ વાત કરે કે "જયારે
સર્વિસ ચાલુ થશે ત્યારે જે અપડેટ હશે એ આપવામાં આવશે. એના વિષે હું પણ કઈ ચોક્કસ
કહી શકતો/શકતી નથી."
તો ઘણા યુવાનો એના પણ
માથાના નીકળે,
પોતે શિખેલુ માર્કેટિંગ ત્યાં લગાડવા જાય કે "તમે અમને પાંચ
દિવસ સર્વિસ ના આપો તો પૈસા શા માટે"? પણ હરવખત ની જેમ પેલા લોકો પણ તૈયાર જ હોય, "સર, આ
સુવિધા રાજ્ય પોલીસ દ્વારા બંધ કરવામાં આવી છે અમારા દ્વારા નહી." અને પછી
યુવાન આગળ કઈ બોલી શકતો નથી. જો હિમ્મત વાળો હોય તો કહી દે કે હા હા કઈ વાંધો
નહિ આમતો "તમે બધા સરખાજ છો
ને."
આવા શબ્દો બોલાઈ જવાનું કારણ એકજ કે
મોબાઈલ કંપનીઓ તો સારી સર્વિસ ના નામ પર કરોડો રૂપિયા પોતાના ખીસામાં ઠાલવે છે. શાકભાજી
ખરીદતી વખતે શાકભાજી વાળા ને એની મમ્મી સાથે ૨-૫ રૂપિયા માટે માથાકૂટ કરતા
જોઈ ને લોહી ગરમ કરશે પણ જયારે ઈન્ટરનેટ ના પ્લાન માટે એક GB ના ૨૦૦ રૂપિયા ઠંડે કલેજે આપી દેતા અચકાશે નહિ.
બીજી બાજુ જોવા જઈએ તો જો આ પાંચ દિવસના
પૈસા કંપનીઓ વાળા પાછા નથી આપતા તો મહિના ના ૨૦૦ લેખે પાંચ દિવસ ના ૩૩.૩૩ રૂપિયા લેખે પુરા ગુજરાત ના ૯૬.૩૮ લાખ ઈન્ટરનેટ યુસરના(dnaindia) ૩૨૧૨.૬૬ લાખ (~32 કરોડ) રૂપિયાનું નુકશાન ગુજરાત ના લોકો જ ભોગવશે.
શું આ નુકશાન ને સરકારશ્રી એ આંદોલનથી થયેલ નુકશાનની ગણતરી માં લીધું?
આ પ્રશ્નના જવાબ ની
પણ આપણા જેવા સામાન્ય માણસો ને બીજા પ્રશ્ન ના જવાબ ની જેમ રાહ જોવાનીજ રહી. અથવા
તો એજ સાંભળવાનું કે સર્વિસ ચાલુ થશે ત્યારે જાણ કરવામાં આવશે.
Monday, August 31, 2015
Share:
e nuksan to chhe, pan telephone companies mate, govt mate k tax thi banti property mate nahi .
ReplyDeleteટેલીફોન કંપની વાળા તો પૈસા લેવાનાજ છે લોકો પાસેથી. યુસ કર્યો હોઈ કે નહિ. એટલા માટેજ લોકો ના નુકસાન માં ગણવાનું કહું છું
Delete