“તો શું હું ભિખારી છું તું એમ કહેવા માંગે છે??? અરે જા-જા
જેટલા તું એક વર્ષમાં કમાતી નહિ હોય ને એટલા તો હું એક મહિનામાં ખર્ચ કરી નાખું
છું,” - બ્લેક જીન્સ – ઓરેન્જ ટી-શર્ટ સાથે ફોર્મલ સુઝ પહેરેલા એક યુવાને ગુસ્સાથી
કહ્યું.
“અરે, હું એમ કહેવા નથી માંગતી કે તું ભિખારી છે, પણ હું
ક્યારની એમ કહું છું કે આ બસ મારા ડેપોની નથી, નહીં તો હું એ નોટ લઇ લેત પણ આ બસ
બીજા ડેપો ની છે” - પેલા યુવાન ના ગુસ્સાથી થોડી ડરી જઈ અને લેડી કંડક્ટરે જવાબ
આપ્યો.
“હા એ બધું બરોબર પણ તું મને ભિખારી કેમ કહી શકે? શબ્દો સંભાળી ને બોલ જે બાકી એક
ફોન કરીશ તો હમણાં લોકો આવી જશે” - હાથ માં નોકિયા લુમીયા સ્માર્ટ ફોનમાં
કોન્ટેક્ટ ખોલીને કોન્ટેક્ટ ઉપર નીચે કરતા કહ્યું.
“એ ભાઈ જેમ આવે એમ ના બોલ જો આ બસ
માં જેન્ટ કંડકટર હોત ને તો તને બસ ઊભી રાખી કોબા સર્કલ જ ઉતારી દીધો હોત” - એક
જોબ કરતા હોઈ એવા આધેડ ઉંમરના વ્યક્તિ એ ચાલુ યુદ્ધ માં ઝંપલાવ્યું.
“હું તારી સાથે વાત નથી કરતો હું આ
બાઈ સાથે વાત કરું છું, તું તારું કામ કર, બીજી નોટ નથી એટલે તારી સાથે માથાકૂટ
કરી બાકી પાંચસો રૂપિયા તો હું ભિખારી ને દાન માં આપી દઉં” - પેલા યુવાને પૂમા
કંપનીના પર્સ ને ખોલીને બધા ખાના પર ઝડપથી નજર કરી, પણ એમાં ૩-૪ ક્રેડીટ/ડેબીટ કાર્ડ
હોવા છતાં ખુલ્લા રૂપિયા હતા નહી.
“હું તારી પાસે ભીખ નથી માંગતી આ
નોટ તું આ સરકાર ની બસ માં બેઠો એના માટે માગું છું”, લેડી કંડક્ટરે એ પેલા છોકરાનાં ગુસ્સાથી ડરી ને ખુબજ ઝીણાં અવાજે કહ્યું. “અને જો તારે ના આપવા
હોઈ તો આ લે આ નોટ કારણ કે આ ફાટેલી નોટ તે ડેપોનાં કૅશિયર ચલાવતાં નથી.” નોટ પેલા
યુવાન ને આપતા કહ્યું.
“મારે ભીખ નથી જોતી” - પેલા છોકરા
એ યુદ્ધમાં પોતે વિજેતા બન્યો હોય એમ ગર્વથી મોટા અવાજે કહ્યું.
“ઓ ભાઈ, હવે બસ કર નહીં તો બધા
ભેગા થયી ને મેથીપાક દેશું, ૨૦ રૂપિયાની ટિકિટ માં એક મહિલા સામે ક્યારનો મર્દાનગી
બતાવે છે”, ભિખારી શબ્દ સાંભળી શાંત જણાતા એક જેન્ટલમૅન એકએક ઊભા થયી ને પેલા
છોકરા પર ગુસ્સે થયા.
એકાએક પોતાના પર અણુબોમ્બ પડતો જોઈ
ને બધા હથિયાર હેઠા મૂકી એ છોકરો ધીમેથી બોલ્યો, “દુકાને જઈએ તો એ ના પાડે, બેંકમાં
જઈએ તો બેંક વાળા નથી લેતા અને આ સરકાર ને દેવા ની ટ્રાય કરીએ તો આ ડેપો વાળા આવું
કરે છે” ખબર નહિ આ સેલો ટેપ વાળી નોટ આપવા કોને જાવી?
એ છોકરા ના પશ્ન ની સાથે-સાથે
ગાંધીનગર-અમદાવાદ-ગાંધીનગર ની “વિકાસ રૂટ” બસ માં મને ત્રણ પશ્નો થયા.
૧. સરકારની મોટી જાહેરાતો પછી પણ
ડીજીટલ કેશ શું બધી જગ્યાએ ચાલી શકે?
૨. વુમન એમ્પાવરમેન્ટ ની ઘણી વાતો
થાય છે પણ શું ખરેખર લોકો વર્કિંગ વુમન સાથે માન મર્યાદા રાખે છે?
૩. શું આજના યુવાનોને દેશ, સરકાર
અને સરકારીતંત્ર પર ભરોસો કરવો જોઈએ/રહ્યો છે?
એટલા માં ઇન્કમટેક્સ સર્કલ આવવા
લાગ્યું અને છેલ્લી સીટ પરથી ઉતરતા - ઉતરતા પગ બે જગ્યાએ જાતે ઊભા રહી ગયા,
એક “મિત્ર, એ પણ કોઈક ની માતા અને
બહેન છે” અને
બીજી, “માસી, તમારો મગજ ખોટો ખરાબ
ના કરો આ દેશમાં સારા લોકો પણ છે”
Tuesday, January 31, 2017
Share:
0 comments :